નવી દિલ્હી. મહારાષ્ટ્રના ભાજપા નેતા ગોપીનાથ મૂંડેએ પાર્ટીમાંથી આપેલુ રાજીનામુ પરત ખેંચી લીધુ હતુ. મૂંબઈના પ્રદેશ પ્રમુખની વરણીના મુદ્દે મૂંડે તથા તેમના નારાજ સમર્થકોએ ભારતીય જનતા પાર્ટીને તિલાંજલી આપી દેવાનો નિર્ધાર કર્યો હતો. જેના ભાગરૂપે ગોપીનાથે પાર્ટીમાંથી રાજીનામુ આપી દેતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.
મહારાષ્ટ્રની રાજનીતીમાં ગોપીનાથનુ કદ સૌથી ઉંચુ માનવામાં આવે છે ત્યારે તેમના રાજીનામાથી ભાજપાને મહારાષ્ટ્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થીતીનુ નિર્માણ થયુ હતુ. આ ઘટના બાદ પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓની સમજાવટ બાદ આજે નાટકીય ઢબે ગોપીનાથ મૂંડેએ પોતાનુ રાજીનામુ પરત ખેંચી લીધુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, તેઓ પાર્ટી દ્વારા સોંપવામાં આવનારી તમામ જવાબદારી સંભાળવા માટે તૈયાર છે.
|