બદાયૂ. ચુંટણીમાં સર્જાયેલા વિવાદના કારણે બદાયૂ જિલ્લાના મૂસાઝાગ નજીક ખેતરમાં ઘઉં લણી રહેલા ખેડૂત દંપતિ ઉપર ત્રણ અજ્ઞાત શખ્સોએ ગોળીબાર કરી તેઓની હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવ અંગે સ્થાનીક પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, બદાયૂ જિલ્લાના મૂસાઝાગ પોલીસ મથકની હદમાં આજે સવારે એક ખેતરમાં ઘઉં લણી રહેલા ખેડૂત દંપતિ ઉપર ત્રણ અજ્ઞાત શખ્સોએ ગોળીબાર કરી તેઓની હત્યા કરી નાંખી હતી. આ બનાવ અંગે પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ હત્યા પાછળ ચુંટણી વખતે સર્જાયેલો વિવાદ કારણભૂત હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ.
|