શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગની એક હોટલમાંથી ભેદી સંજોગોમાં ગૂમ થયેલી નોર્વેની એક મહિલાનો મૃતદેહ આજે ગુલમર્ગની નદીમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલા હિમશીલા નીચે દબાઈ જવાથી મોતને ભેંટી હોવાનુ પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યુ છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, નોર્વેની મહિલા ફ્રાંસિસ્કા રોંગી આઠમી જાન્યુઆરીના રોજ ગુલમર્ગ હિલ રિસોર્ટમાં રોકાઈ હતી. થોડા સમય બાદ તે ભેદી સંજોગોમાં લાપતા થઈ ગઈ હતી. સ્થાનીક પોલીસે તેની ઘનિષ્ઠ શોધખોળ આદરી હોવા છતાંય તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. દરમિયાન આજે ગુલમર્ગની નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
|