મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોંઘવારી નાથવા વધું નાણાકીય ઉપાય

સરકારે જણાવ્યું હતું કે, મોંઘવારીને નાથવા માટે વધું કેટલાક નાણાકીય ઉપાય કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નાણમંત્રી પી.ચિદમ્બરમે રાજ્ય સભામાં કહ્યું હતું કે, અમે કેટલાક નાણાકીય ઉપાય કર્યા છે તથા વધું પ્રયત્નો કરવા પર ચર્ચા વિચારણા ચાલી રહી છે.

ભાવ વધારા પર કાબૂ મેળવવા કરવામાં આવેલા નાણાકીય ઉપાયો વિશે નાણામંત્રીએ કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંકે ફુગાવાને અંકુશમાં રાખવા માટે તાજેતરમાં સીઆરઆરને 50 આધાર અંક સુધી વધાર્યો છે તથા 29 એપ્રિલે જાહેર થનારી બેંકની નાણાકીય સમીક્ષા નીતિથી સ્થિતિ વધું સ્પષ્ટ થઈ શકશે. નાણાકીય ઉપાયોને અમલમાં આવતા થોડો સમય જરૂર લાગશે.

સીમેન્ટ અને લોખંડની કિંમતોમાં વધારો રોકવા માટે આ કંપનીઓનાં ગઠજોડને વિરૂદ્ધ પોતાની ચેતવણીની ચર્ચા કરતાં ચિદમ્બરમે કહ્યું હતું કે, એકાધિકાર અને પ્રતિબંધાત્મક વ્યાપાર વ્યવહાર પંચે (એમ.આર.ટી.પી) શરૂઆતી કાર્યવાહી કરી છે તથા ઉદ્યોગ અને લોખંડ મંત્રાલય સતત નિર્માતાઓ સાથે વાતચીત કરી રહ્યાં છે.
ઘણું બધુ
લશ્કરનું આધુનિકીકરણ પ્રાથમિકતા : એન્ટની
પાકિસ્તાને 18 ભારતીય માછીમારોને પકડયાં
મોરબીની જેલમાં કેદીનો આપઘાતનો પ્રયાસ
નોર્વેની લાપતા મહિલાનો મૃતદેહ મળ્યો
મુંબઈના અધ્યક્ષ પદેથી મધુ ચવ્હાણને હટાવ્યાં
ખેડૂત દંપતિ પર ગોળીબાર કરી હત્યા