મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભાગદોડમાં પાંચ લોકોનાં મોત
આંધ્ર પ્રદેશનાં ચિતૂર જીલ્લામાં એક મંદિરનાં ઉદ્બાટન પ્રસંગે ભાગદોડમાં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓનાં મૃત્યુ જ્યારે લગભગ અન્ય 40 બેભાન થઈ ગયા હતાં.

ચિતૂરથી અધિકારીઓ દ્બારા મળેલા અહેવાલ પ્રમાણે વદઈપાલેમમાં કલ્કી ભગવાન મંદિરનાં ઉદ્ધાટન પ્રસંગે લગભગ ચાર લાખ શ્રદ્ધાળુ આવ્યા હતાં.

ચિતૂરનાં પોલીસ અધીક્ષક લક્ષ્મા રેડ્ડીએ ભાગદોડનાં અહેવાલને ફગાવતા કહ્યું હતું કે, લૂ લાગવાથી પાંચ લોકોનાં મોત થયા હતાં. મંદિરનાં સંચાલક લોકોને પાણીનો પુરવઠો પુરો પાડવામાં નિષ્ફળ રહેતા આ ઘટના બની હતી. મંદિરનું ઉદ્ધાટન આ બનાવ બાદ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
ઘણું બધુ
મોંઘવારી નાથવા વધું નાણાકીય ઉપાય
લશ્કરનું આધુનિકીકરણ પ્રાથમિકતા : એન્ટની
પાકિસ્તાને 18 ભારતીય માછીમારોને પકડયાં
મોરબીની જેલમાં કેદીનો આપઘાતનો પ્રયાસ
નોર્વેની લાપતા મહિલાનો મૃતદેહ મળ્યો
મુંબઈના અધ્યક્ષ પદેથી મધુ ચવ્હાણને હટાવ્યાં