બાળ દોડવીર બુધિયાનાં કોચ બિરંચી દાસ હત્યાકાંડ કેસમાં મુખ્ય આરોપી સંદીપ આચાર્ય ઉર્ફે રાજાનાં એક નજીકનાં સાથીને ગઈકાલે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
ખાસ તપાસ દળનાં સભ્યોએ સરોજ સાહૂ ઉર્ફે ટુકુનાને કટકનાં મંગલાબાદ પોલીસ સ્ટેશન અંતર્ગત મલાસાહીનાં મકાનમાંથી ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, તેમણે શંકાનં આધારે સાહૂની ધરપકડ કરી છે. તે આચાર્યનો નજીકનો સહયોગી છે અને કટકનાં બીજા ગેંગસ્ટર પાડિયા સાહૂની હત્યામાં કથિત રીતે સંલિપ્ત છે. દાસ હત્યાકાંડ સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સાહૂ વિરૂદ્ધ છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ કેસ નોંધાયો નથી. તે રાજા આચાર્યનો નજીકનો સાથી છે.
|