બિહારનાં નાલંદા જીલ્લાનાં બિહારશહીફ અને વેના રેલવે સ્ટેશન વચ્ચે સોસરાય હાલ્ટ નજીક આજે સવારે નવી દિલ્હી જનારી ટ્રેન નંબર 2391 અપ શ્રમજીવી એક્સપ્રેસનું એન્જીન અને દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં.
પૂર્વ મધ્ય રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી એ.કે.ચન્દ્રાએ જણાવ્યું હતું કે, લગભગ સવારે નવ વાગ્યે આ દુર્ઘટનાનાં કારણે બખ્તિયારપુર જગીર રેલવે વિભાગ પર ટ્રેનની અવરજવર અટકી ગઈ છે. આ ઘટના સમયે ટ્રેનની ગતિ ધીમી હોવાથી કોઈનું મૃત્યુ કે ઈજાનાં સમાચાર પ્રાપ્ત થયા નથી.
ચન્દ્રાએ કહ્યું હતું કે, આ બનાવની માહિતી મળતાની સાથે જ રેલવે વિભાગનાં વ્યવસ્થાપક બી.ડી.ગર્ગ બચાવ દળ અને ટ્રેક સમારકામ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
|