જલગાંવ જીલ્લામાં બે જૂથો વચ્ચે થયેલા સંઘર્ષ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ દ્બારા કરવામાં આવેલા ગોળીબારમાં બે લોકોનાં મૃત્યુ અને અન્ય ત્રણ ઘાયલ થયા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના જલગાંવ જીલ્લાનાં ચોપડા ટાઉનમાં વીતી રાત્રે ઘટી હતી. બે સમુદાયો વચ્ચે થયેલા આ સંઘર્ષ પર કાબૂ મેળવવા માટે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
|