મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જમ્મૂમાં હિઝબુલનો કમાન્ડર ઠાર

જમ્મૂનાં રિયાસી જીલ્લાનમાં આજે સુરક્ષા દળોએ હિઝબુલ મુઝાહિદ્દીનનાં બટાલિયન કમાંડરને અથડામણમાં ઠાર કર્યો છે.

61 રાષ્ટ્રીય રાયફલ, 182 સરહદ સુરક્ષા દળ બટાલિયન અને પોલીસે જીલ્લાનાં માહોર તાલુકાનાં કાલિયાન વિસ્તારમાં શોધ અભિયાન શરૂ કર્યું હતું. જે દરમિયાન થયેલા સંઘર્ષમાં બટાલિયનનાં કમાંડર અબુ હક ઉર્ફે જહાંગીરને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, જહાંગીર 1993 થી આ વિસ્તારમાં સક્રિય હતો અને હત્યા, અપહરણ, સુરક્ષા દળો પર હુમલા જેવી ઘણી ઘટનાઓમાં સંલિપ્ત હતો. 2003 નાં વર્ષમાં પ્રાનકોટમાં 21 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી જેમાં તેનો હાથ હતો. આતંકવાદી પાસેથી એક એ.કે. રાયફલ અને કેટલોક દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
ઘણું બધુ
પોલીસ ગોળીબારમાં બેનાં મૃત્યુ
શ્રમજીવી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
તેલગી 'મુદ્રાંક' ફિલ્મ જોઈને દુઃખી
બિરંચી હત્યાકાંડમાં વધું એકની ધરપકડ
તિહાડ જેલમાં કેદીએ આત્મહત્યા કરી
નક્સલ સમર્થકને અમેરિકન પુરસ્કાર