મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રજા નહીં મળતા એસએસબીના જવાનનો આપઘાત

પટના. પટનાના દાનાપુર પોલીસ મથકની હદમાં આવેલા સીમા શસ્ત્ર દળના કેમ્પમાં આજે સવારે એક જવાને પોતાની સર્વિસ રાઈફલ વડે પોતાની ઉપર જ ગોળીબાર કરીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. રજા નહીં મળતાં તેણે અંતિમ પગલું ભર્યુ હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ હતુ.

નગર પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યુ હતુ કે, ગણેશ ખત્રી નામના એસએસબીના જવાને આજે વહેલી સવારે પોતાના બેરેકમાં સર્વિસ રાઈફલ વડે પોતાના શરીર ઉપર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મરનાર એસએસબી જવાન ગોવાહાટીનો રહેવાસી હતો.

તેણે થોડા દિવસો અગાઉ રજા માટે અરજી કરી હતી. જેને કોઈ કારણસર નામંજુર કરી દેવાઈ હતી. ત્યારપછી તે માનસિક તાણમાં આવી ગયો હતો. જોકે, તેના આપઘાતનુ સાચુ કારણ જાણવા માટે સ્થાનીક પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
ઘણું બધુ
જમ્મૂમાં હિઝબુલનો કમાન્ડર ઠાર
પોલીસ ગોળીબારમાં બેનાં મૃત્યુ
શ્રમજીવી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
તેલગી 'મુદ્રાંક' ફિલ્મ જોઈને દુઃખી
બિરંચી હત્યાકાંડમાં વધું એકની ધરપકડ
તિહાડ જેલમાં કેદીએ આત્મહત્યા કરી