મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીલંકા સેના અને લીટ્ટે વચ્ચે ભીષણ જંગ

કોલંબો. શ્રીલંકાના જાફના દ્વીપમાં શ્રીલંકા સેના તથા લીટ્ટેના સદસ્યો વચ્ચે છેડાયેલી ભીષણ લડાઈમાં કુલ 90 જણાંના મોત થયા હતા. સૈન્ય પ્રવક્તા ઉદય નાન્યાક્કારાએ જણાવ્યુ હતુ કે, આ લડાઈમાં અત્યાર સુધી 38 સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા હતા.

જ્યારે જાફના દ્વીપમાં આજે સવારે સર્જાયેલા જંગમાં 84 સૈનિકોને ગંભીર ઈજા પહોંચી હતી. કેટલાક ઈજાગ્રસ્તોને વિમાન મારફતે કોલંબોના નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આ ભીષણ લડાઈમાં લીટ્ટેના 51 વિદ્રોહીઓ માર્યા ગયા હતા અને અનેકને ગંભીર ઈજા પહોંચી હતી. યુદ્ધમાં કુલ મૃત્યુ આંક 90 સુધી પહોંચી ગયો હતો.
ઘણું બધુ
દુબઈમાં ઈમારત ધરાશાયી, 3નાં મોત
રજા નહીં મળતા એસએસબીના જવાનનો આપઘાત
જમ્મૂમાં હિઝબુલનો કમાન્ડર ઠાર
પોલીસ ગોળીબારમાં બેનાં મૃત્યુ
શ્રમજીવી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
તેલગી 'મુદ્રાંક' ફિલ્મ જોઈને દુઃખી