રાજસ્થાનનાં જોધપુર જીલ્લામાં વીતી રાત્રે એક ટ્રક સાથે એક વાહની ટક્કર થવાથી તેમાં બેઠેલા ઓછામાં ઓછા 19 લોકોનાં મૃત્યુ તથા અન્ય છ ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજસ્થાનનાં જોધપુરમાં વીતી રાત્રે પુરપાટ જઈ રહેલી ટ્રક અને એક અન્ય વાહન વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેમાં 19 લોકોનાં મૃત્યુ તથા અન્ય છ ગંભીર રીત ઈજાગ્રસ્ત થયા હતાં. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે તથા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ બાબતે કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
|