પંજાબનાં સંગરુર જીલ્લાનાં સુનામ વિસ્તાર પાસે એક ખેતરમાં વહેલી સવારે એક ખેડૂતે રહસ્યમય વસ્તુને આકાશમાંથી જમીન પર પડતાં જોઈ હતી. આ વાત આજુબાજુનાં ગામોમાં ફેલાતા કૌતુકની સ્થિતિ સર્જાઈ હતી તથા તેને જોવા માટે લોકોનાં ટોળા ઉમટ્યા હતાં.
પોલીસનાં જણાવ્યા પ્રમાણે આકાશમાંથી પડેલા ચમકતા આ પદાર્થનું વજન 250 ગ્રામ છે અને તેમાં એક છિદ્ર (કાણું) છે. ખેડૂતે આ ઘટનાની માહિતી પોલીસને આપી હતી. ત્યાર બાદ પોલીસે તેને પોતાનાં કબજામાં લઈ લીધી હતી.
વરિષ્ઠ પોલીસ અધીક્ષક અરૂણ પાલ સિંહે જણાવ્યું હતું કે, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયામાં તેને પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો છે અને તેની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ પદાર્થ શું છે.
|