વડાપ્રધાન મનમોહન સિંહ 25 એપ્રિલથી જમ્મૂ કાશ્મીરનાં પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ બે જનસભાઓ સંબોધિત કર્યા બાદ બે પરિયોજનાઓનું ઉદ્બાટન કરવા તથા એક દીક્ષાંત સમારંભમાં ભાગ લેશે તેવી આશા છે.
વડાપ્રધાન ચેનાબ નદી પર બનેલા રાજ્યનાં સૌથી મોટા 280 મીટર લાંબા પુલનું ઉદ્ધાટન કરશે. તેઓ 26 એપ્રિલે કિશ્તવાડ જીલ્લામાં આવેલા 390 મેગાવોટ દુલહસ્તી જળવિદ્યુત પરિયોજનાને દેશને સમર્પિત કરશે.
|