બોલીવુડ અભિનેતા આમીર ખાનને ગઈકાલે એક ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. અભિનેતાનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, હૈદરાબાદમાં ફિલ્મ 'ગજની' નાં શૂટિંગ દરમિયાન તે ઘાયલ થયા હતાં.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આમીર ખાન હૈદરાબાદ ખાતે રોમોજી ફિલ્મ સિટીમાં 'ગજની' નામની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. ત્યાં તેમને ઈજા થઈ હતી. ઈજાની સ્થિતિ વિશે હજું વધું માહિતી મળી શકી નથી.
પરંતુ આ ઘટના બાદ રામોજી ફિલ્મ સિટીમાં થઈ રહેલા શૂટિંગને સ્થગિત કરવામાં આવ્યું છે. આ ફિલ્મનાં નિર્દેશક મુરુદાસ છે.
|