લગ્ન જેવા ખુશીનાં પ્રસંગે તાળીઓ પાડી નાચવું ગાવું અને શીખ વસૂલી કરીને જીવન જીવનારા પાવૈયાઓએ રાજકારણનાં મેદાનમાં ઘણા સમયથી પ્રવેશી ચૂક્યા છે. પરંતુ હવે તેઓને બાહુબલી નેતાઓની જેમ હથિયાર રાખવાનો શોખ પેદા થયો છે અને તેમાં પ્રથમ પહેલ ઉત્તર પ્રદેશનાં મઉ જીલ્લાની કિન્નર સંઘની અધ્યક્ષ શ્વેતાએ કરી છે.
40 વર્ષની શ્વેતા સ્નાતક છે અને તેને મઉ જીલ્લા પ્રશાસને આ વર્ષે માર્ચ મહિનામાં રિવોલ્વરનો પરવાનો જાહેર કર્યો છે અને હવે તે કાયદેસર રિવોલ્વર કમર પર લટકાવીને ફરે છે.
મઉનાં જીલ્લા અધિકારી ગુરૂપ્રસાદે જણાવ્યું હતું કે, કાયદામાં કોઈ પાવૈયાને શસ્ત્ર લાયસંસ નહીં આપવું તેવો ઉલ્લેખ નથી. તેથી તેનાં આવદેન બાદ પરવાનો આપવામાં આવ્યો છે.
શ્વેતાએ જણાવ્યું હતું કે, તે રિવોલ્વર સુરક્ષા કારણોને લઈને નહીં પણ એટલા માટે પણ જરૂરી છે કે તે એક સ્ટેટસ સિમ્બોલ છે. મોટાભાગનાં રાજકીય નેતાઓ પાસે લાયસંસવાળા હથિયાર રાખે છે તેથી તેણે પણ રિવોલ્વર લીધી છે.
|