મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રામસેતુ સુરક્ષા સેના ગઠિત કરાશે
ભાષા

ઋષીકેશ. વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાએ કહ્યુ હતુ કે, રામસેતુ તુટશે તો દેશનો હિન્દુ સમાજ શાંત નહીં બેસે અને તેના માટે દેશના ગામેગામમાં રામસેતુ સુરક્ષા સેના ગઠિત કરવામાં આવી રહી છે. આજે કેન્દ્ર સરકાર તુષ્ટિકરણની નિતી અંતર્ગત રામસેતુ જેવા પૌરાણીક સ્થળોને સમાપ્ત કરવા પર આતુર છે. પરંતુ હિન્દુ સમાજ તેને સમાપ્ત નહીં થવા દે, તે પોતાની જવાબદારીઓ પ્રતિ સંપૂર્ણ રીતે જાગૃત છે.

હાલ રામસેતુ નિર્માણ અંગે અદાલતમાં યાચીકા દાયર કરવામાં આવી છે અને અદાલત ઉપર તેમને પુરેપુરો ભરોસો છે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. તેમણે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે, સરકાર સમાજના એક ખાસ વર્ગને ખુશ કરવા માટે રામ અને રામસેતુને નકારવાનો પ્રયાક કરી રહી છે. પરંતુ ભારત જેવા દેશમાં આ વાત સંભવ નથી.
ઘણું બધુ
સપા સાંસદના પુત્રએ કચડીને ત્રણને માર્યા
હિન્દુ પત્રકારને પ્રેમ ભાટિયા પુરસ્કાર
મણીપુરમાં પાંચ ઉગ્રવાદી ઠાર
પંજાબમાંથી 18 કિલોગ્રામ હેરોઈન પકડાયુ
બાળકો નહીં થતાં પત્નીની હત્યા કરતો પતિ
એસ્સાર કંપની ઉપર માઓવાદીઓનો હુમલો