પટના. બાળકના જન્મ અને લગ્ન જેવા ખુશીના અવસરો પર પૈસા માંગીને પોતાનું જીવન પસાર કરનાર થોડાક વર્ષોથી રાજનીતિના મેદાનમાં પણ ઉતરેલા કિન્નરોની હવે એવી ઈચ્છા છે કે મધ્યકાલીન યુગના શાસકોની જેમ સરકાર પહેરેદારો અને સુરક્ષા ગાર્ડની જેમ તેમની પાસેથી સેવા લે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગત 22 એપ્રિલે રાજ્યના કિન્નરોના વિકાસને લઈને આયોજીત એક દિવસની કાર્યશાળામાં પ્રદેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા કિન્નરોએ પોતાની ઈચ્છા સમ્મેલનમાં તેમના વિચારોને સાંભળવા માટે આવેલા સમાજના કલ્યાણ મંત્રીની સામે રાખી.
બિહારની અંદર કિન્નરોના નેતા કાલી હિજડા અને લલન હિજડા જે પોતે પણ આ કાર્યશાળામાં હાજર હતાં તેમને સરકારની આ પહેલની સરાહના કરી અને રાજયની અંદર શાંતિ કાયમ રહે તેમજ પ્રદેશનો વિકાસ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
કાલી હિજડાએ પટના લોકસભા ક્ષેત્રમાંથી 1995માં અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડી હતી. ત્યાર બાદ તેમણે 2001માં નગર નિકાય ચુંટણીમાં વોર્ડ નંબર દસથી ચુંટણી લડી હતી અને તેની અંદર વિજય પણ મેળવ્યો હતો.
|