બેંગલુર. શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં પીએસએલવી સી-9 પ્રક્ષેપણની તૈયારી અંતિમ તબક્કામાં છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દ્વારા કાલે દસ ઉપગ્રહોનુ પ્રક્ષેપણ કરવામાં આવશે.
જેમાં દેશના નવા દૂરસ્થ સંવેદી ઉપગ્રહ અને અન્ય દેશોના આઠ નેનો ઉપગ્રહોનો સમાવેશ થાય છે. પીએસએલવી સી-9 દૂરસ્થ સંવેદી ઉપગ્રહ કાર્ટોસેટ 2-એને તથા ઈન્ડીયન મિની સેટેલાઈટ આઈએમએસ-1ને કક્ષામાં સ્થપિત કરશે.
પીએસએલવીની આ તેરમી ઉડાન હશે. આધુનિક દૂરસ્થ સંવેદી ઉપગ્રહ કાર્ટોસેટ 2-એનુ વજન લગભગ 690 કિલોગ્રામ છે. જેમાં એક પેનક્રોમેટિક કેમેરા છે જે ઈલેક્ટ્રો મેગ્નેટિક સ્પેક્ટ્રમના ક્ષેત્રમાં બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો લઈ શકે છે. તેનો ઉપયોગ નક્શા સંબંધી ઉદ્દેશો તથા પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધન માટે કરવામાં આવશે. ઈન્ડીયન મિની સેટેલાઈટને ઈસરોએ વિકસીત કર્યુ છે. જેનુ વજન 83 કિલોગ્રામ છે.
|