મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ખેડૂતનાં દેવા માફીથી કેન્દ્ર મુશ્કેલીમાં

ભારતીય જનતા પક્ષનાં મહાસચિવ તથા સાંસદ થાવરચંદ ગેહલોતે કહ્યું હતું કે, ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરી કેન્દ્ર સરકાર મુશ્કેલીમાં પડી ગઈ છે.

ગેહલોતે પત્રકારોને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે બજેટમાં દેવાની માફીની જોગવાઈ કરી નથી અને અત્યાર સુધી બેંકોને આ વિશે કોઈ સ્પષ્ટ નિર્દેશ પણ મળ્યા નથી. લેણાની માફીની જાહેરાતથી રાષ્ટ્રીયકૃત બેંકોને નુકશાન થશે તો સહકારી બેંકો પણ ખોટમાં જશે. મોંઘવારીનાં કારણે સામાન્ય માણસનું જીવન ખૂબ જ સંઘર્ષમય બન્યું છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન, નાણામંત્રી અને યોજન પંચનાં ઉપાધ્યક્ષ પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે છતાં પણ મોંઘવારીનો દર 7.41 સુધી પહોંચી ગયો છે.
ઘણું બધુ
મંદબુદ્ધીની યુવતી ઉપર બળાત્કાર
ઓસ્ટ્રેલીયાના સ્ટુડન્ટ વિઝા સાથે વર્કપરમિટ
ઈસરો દ્વારા કાલે દસ ઉપગ્રહોનુ પ્રક્ષેપણ
કિન્નરોની સુરક્ષા ગાર્ડ બનવાની ઈચ્છા
અકસ્માતમાં ટ્રકોએ બસોને પાછળ છોડી
મોંઘવારી પર નિયંત્રણ કરે મનમોહન-મોદી