ગોવામાં મૃત્યુ પામેલી બ્રિટિશ કિશોરી સ્કારલેટની માતા ફિયોના મેકિયોને ગઈકાલે કહ્યું હતું કે, તેનો પાસપોર્ટ મુંબઈ હવાઈ મથક પર ચોરાઈ ગયો છે.
શનિવારે ગોવા પહોંચી ફિયોનાએ પત્રકારોને જણાવ્યું હતું કે, જ્યારે તે ગોવાની ફ્લાઈટ પકડવા માટે કતારમાં હતી ત્યારે તેને માલૂમ પડ્યું કે તેનો પાસપોર્ટ ગુમ છે.
ફિયોનાનાં જણાવ્યા પ્રમાણે કોઈએ તેને હેરાન કરવા માટે પાસપોર્ટ ચોરી લીધો હશે તેવું બની શકે અથવા તો કદાચ તેનાં પાકિટમાંથી પણ પડી ગયો હોય તેમ પણ બને.
|