ભારતનાં પીએસએલવી સી 9 દેશનાં આધુનિક દૂર સંવેદી ઉપગ્રહ કારટોસેટ 2એ સહિત દસ ઉપગ્રહો સાથે આજે સવારે ઈસરોનાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી અવકાશમાં રવાના થયો.
પોલર સેટેલાઈટ લોંચ વ્હિકલે નક્કી સમય પ્રમાણે સવારે 9 વાગ્યેને 23 મિનિટે બીજા પ્રક્ષેપણ પેડથી પોતાની 13 મી ઉડાણ ભરી અને વાદળી આકાશમાં ગુમ થઈ ગયો.
પીએસએલવી પોતાઈ સાથે 690 કિલોગ્રામનાં કારટોસે 2એ સિવાય 83 કિલો વજનનો ઈસરોનો ઈન્ડિયન મિની સેટેલાઈટ (આઈએમએસ 1) પણ સાથે લઈ ગયો છે. આ સિવાય કેનેડા અને જર્મનીનાં વિશ્વવિદ્યાલયો તથા શોધ સંસ્થાઓ દ્બારા વિકસિત કરવામાં આવેલા આઠ નાના ઉપગ્રહ પણ આ વાહન સાથે અવકાશની અનંત યાત્રા પર રવાના થયા.
કારટાસેટ 2એ માં અત્યાધુનિક પંચરોમેટિક કેમેરા લાગેલા છે જે કુદરતી સંસાધનોનાં નકશા બનાવવા અને તેની વ્યવસ્થા કરવા ઉપયોગી બનશે. આઈએમએસ 1 ને ભવિષ્યમાં પ્રક્ષેપણો માટે આધુનિક ટેકનોલોજીનાં પ્રયોગનાં મંચનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવશે.
|