સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન શેખની નકલી એન્કાઉન્ટરમાં હત્યાનાં કેસમાં કથિત રીતે સામેલ થયેલા બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ એમ.એન.દિનેશ અને એન.કે.અમીનની જામીન અરજી આજે ફગાવી દીધી છે.
ન્યાયમૂર્તિ અરિજિત પસાયત અને ન્યાયમૂર્તિ પી.સદાશિવમની પીઠે કહ્યું હતું કે, હાઈકોર્ટનાં નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા જેવી આકસ્મિક પરિસ્થિતિ પેદા થઈ નથી.
રાજસ્થાન કેડરનાં ભારતીય પોલીસ સેવા અધિકારી દિનેશ અને ગુજરાત પોલીસમાં પોલીસ ઉપ અધીક્ષક સ્તરનાં અધિકારી અમીને ગુજરાત હાઈકોર્ટ દ્બારા તેમની જામીન અપીલ રદ કર્યા બાદ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી.
જો કે આ પહેલા સુનાવણી અદાલતે આ બંને અધિકારીઓની જામીન અરજીને મંજૂર કરી હતી પરંતુ હાઈકોર્ટે તેને નકારી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટે સમક્ષ અપીલમાં બંને અધિકારીઓએ દાવો કર્યો હતો કે હાઈકોર્ટે તેમની જામીન અરજીને નામંજૂર કરતાં સમયે કેટલીક અપ્રાસંગિક વાતોને આધાર બનાવી છે.
પોલીસ અધિકારીઓ પર આક્ષેપ છે કે દિનેશે આ એન્કાઉન્ટરમાં ગુજરાત પોલીસની મદદ કરી હતી અને અમીન પર આરોપ છે કે તેણે સોહરાબુદ્દીનની પત્ની કૌસર બી ની હત્યા બાદ તેનાં શબને ઠેકાણે લગાવ્યું હતું.
|