મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાહુલ ગાંધી અચાનક ઝાબુઆ પહોંચ્યા

કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી પોતાની ભારત શોધ યાત્રા દરમિયાન આજે બપોરે અચાનક મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં હરિયાઈની બાવડી સ્થિત હેલીપેડ પર ઉતર્યા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુરેશ પચૌરી અને કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજન તેમની સાથે હતાં.

સ્થાનીક કોંગ્રેસ નેતાઓએ પારંપરિક રીતે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેમનો કાફલો ઝાબુઆ જીલ્લાનાં પેટલાવદ તાલુકા રવાના થયો હતો.

ગાંધી અહીંયા આવશે તે સવાર સુધી સ્પષ્ટ ન હતું. પહેલા ધાર જીલ્લાનાં ડહીબાગ અને ઝાબુઆ જીલ્લાનાં ભાબરામાં તેમનાં આવવાનાં સમાચાર હતાં. તેમણે પેટલાવદ તાલુકાનાં મોહનકોટ ગામમાં પહોંચીને આદિવાસીઓ સાથે વાતચીત કરી હતી.
ઘણું બધુ
સોહરાબુદ્દીન કેસમાં જામીન નામંજૂર
પીએસએલવી-સી 9 પ્રક્ષેપિત
ફિયોનાનો પાસપોર્ટ ગુમ
સ્થિરતા-જવાબદારી વિકાસનો મંત્ર : મોદી
ખેડૂતનાં દેવા માફીથી કેન્દ્ર મુશ્કેલીમાં
મંદબુદ્ધીની યુવતી ઉપર બળાત્કાર