મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતમાં 255 સૈનિકો એઈડ્સ પીડિત

સશસ્ત્ર દળોમાં છેલ્લા ત્રણ વર્ષમાં એઈડ્સનાં 255 કેસ બહાર આવ્યા છે. સુરક્ષા મંત્રી એ.કે.એન્ટનીએ આજે લોકસભામાં એક પ્રશ્નનાં લેખિત ઉત્તરમાં લશ્કરમાં સૌથી વધું 229 એઈડ્સના કેસ નોંધાયા છે. નૌકા દળમાં 16 તથા હવાઈ દળમાં 10 કેસ સામે આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, 2004 માં એઈડ્સ પીડિત સૈનિકોની સંખ્યા 144, 2005 માં 76 તથા 2006 માં 35 સૈનિકોને એઈડ્સ હોવાનું માલૂમ પડ્યું હતું.

એઈડ્સનાં ઈલાજ માટે સશસ્ત્ર સેનાઓએ ખાસ સૈનિકો હોસ્પિટલોમાં 10 ઈમ્યુનો ડિફિસિએંસી સેંટરોની સ્થાપના કરી છે. આ કેન્દ્રોમાં ચેપગ્રસ્ત સૈનિકોની તપાસ, સારવાર અને ત્યાર બાદની દેખરેખની વ્યવસ્થા છે.
ઘણું બધુ
વિશ્વનાં 35 ટકા નિરક્ષર ભારતમાં
રાહુલ ગાંધી અચાનક ઝાબુઆ પહોંચ્યા
સોહરાબુદ્દીન કેસમાં જામીન નામંજૂર
પીએસએલવી-સી 9 પ્રક્ષેપિત
ફિયોનાનો પાસપોર્ટ ગુમ
સ્થિરતા-જવાબદારી વિકાસનો મંત્ર : મોદી