બેંગલૂર. કર્ણાટકની રાજધાની બેંગલૂરમાંથી પોલીસની ક્રાઈમ બ્રાંચે પાંચ ખૂંખાર આરોપીઓને હથિયારોના વિપુલ જથ્થા સાથે આબાદ ઝડપી પાડ્યા હતા. પોલીસ આયુક્ત નીલમ અચ્યુત રાવે પત્રકારોને જણાવ્યુ હતુ કે, પોલીસને ગઈકાલે રાત્રે બાતમી મળી હતી કે, શહેરના વિલ્સન પાર્ક ક્ષેત્રમાં ખલીલ ઉર્ફે થારાકરી ખલીસ ગેંગ પોતાની વિરોધી ગેંગના સૂત્રધાર થાનવીર પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યુ છે.
બાતમીના આધારે પોલીસે ચોક્કસ સ્થળે છાપો મારીને પાંચ ખૂંખાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં થારાકરી ખલીલ, જમીર અહેમદ, અશરફ નઈમ અને લાલૂ ભાવજીભાઈ પાટિલનો સમાવેશ થાય છે.
થારાકરી ખલીલ વિરુદ્ધ હત્યા અને હત્યાની કોશીષ, લુંટ, ધાડ અને ખંડણી જેવા અનેક ગુનાઓ અગાઉ નોંધાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે શોટગન, બે પિસ્તોલ, બે રિવોલ્વર, 27 કારતૂસ અને બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
|