મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજકોકને મંજૂરી અપાવવા ભાજપાના પ્રયાસો

નવી દિલ્હી. ગુજરાત રાજ્યમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને આતંકવાદ ઉપર લગામ કસવા માટે બનાવવામાં આવેલા કઠોર કાનૂન ગુજકોકને લાગુ કરવા માટે રાષ્ટ્રપતિની મંજુરી મેળવવાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધા છે.

વિપક્ષ નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતના ભાજપા સાંસદોએ પ્રધાનમંત્રીની મુલાકાત લઈ તેમને ગુજકોકના કાયદાને રાષ્ટ્રપતિની મંજુરી મળે તે માટે ભલામણ કરવાની માગ કરી હતી.

અડવાણીએ પ્રધાનમંત્રીને કહ્યુ હતુ કે, ઓર્ગેનાઈઝ ક્રાઈમ તથા આતંકવાદી ગતિવીધીઓ પર નિયંત્રણ માટે આ પ્રકારના કાયદા મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાં પહેલેથી જ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં વર્ષ 2003 દરમિયાન ગુજકોક સંદર્ભે એક વિધેયક પારિત કરવામાં આવ્યો હતો. જેને મંજુરી માટે રાષ્ટ્રપતિની મંજુરી માટે રાષ્ટ્રપતિ ભવન મોકલવામાં આવ્યો હતો.
ઘણું બધુ
બેંગલૂરમાંથી પાંચ ગેંગસ્ટર ઝડપાયા
ભારતમાં 255 સૈનિકો એઈડ્સ પીડિત
વિશ્વનાં 35 ટકા નિરક્ષર ભારતમાં
રાહુલ ગાંધી અચાનક ઝાબુઆ પહોંચ્યા
સોહરાબુદ્દીન કેસમાં જામીન નામંજૂર
પીએસએલવી-સી 9 પ્રક્ષેપિત