1984 માં થયેલા શિખ વિરોધી તોફાનોનાં બધા પ્રમાણિત પીડિતોને એક મહિનાની અંદર બે લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિનાં હિસાબે વળતર ચૂકવવામાં આવશે. પહેલા તેમનો દાવો અધિકારીઓએ નામંજૂર કરી દીધો હતો.
આ કેસમાં વળતરનાં 1200 કેસ ફગાવી દેવાનાં તપાસ કરી રહેલા પટિયાલાનાં મંડળ કમિશ્નર એસ.કે.અહલૂવાલિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે, તેનાં માટે પીડિયોને પોતાની દાવેદારી સાબિત કરવી પડશે.
1984 તોફાન પીડિત કલ્યાણ સંઘનાં અધ્યક્ષ સુરજીત સિંહે આક્ષેપ કર્યો હતો કે લુધિયાના જીલ્લા પ્રશાસને ખોટી રીતે વળતરનાં સાચા હકદારોનાં દાવાને ફગાવી દીધો હતો. બીજી તરફ જીલ્લા પ્રશાસને કહ્યું હતું કે, દાવેદાર નકલી હતાં.
તપાસ બાદ અહલૂવાલિયાએ જણાવ્યું હતું કે, તેમણે યોગ્ય હકદારોનાં દાવા કથિત રીતે નામંજૂર કરનારા કે ખોટા દાવાને પ્રમાણિત કરનારા કમિશ્નર કચેરીનાં એક અધીક્ષક સહિઅ ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતાં.
|