શિવાની ભટનાગર હત્યાકાંડમાં આજીવન કેદની સજા મળ્યા બાદ હરિયાણા પોલીસનાં સસ્પેન્ડ મહાનિરીક્ષક આર.કે.શર્માએ નિચલી અદાલતમાં પોતાની દોષસિદ્ધી વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક અપીલ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરની એક અદાલતે શર્માને 23 જાન્યુઆરી 1999 માં ઈન્ડિયન એક્સપ્રેસની પત્રકાર શિવાની ભટનાગરની હત્યાનાં કેસમાં આ વર્ષે 24 માર્ચે જન્મટીપની સજા ફટકારી હતી. શર્મા સિવાય અન્ય ત્રણ લોકોને પણ આ કેસમાં આજીવન કેદની સજા આપી હતી.
શિવાનીની હત્યા તે સમયે થઈ હતી જ્યારે તે પૂર્વ દિલ્હીમાં પોતાનાં ઘરમાં પોતાનાં બે મહિનાનાં પુત્ર સાથે એકલી હતી.
|