મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સીઆરપીએફ રામદેવની મદદ લેશે

સંઘર્ષમય વિસ્તારોમાં ફેલાયેલા પોતાનાં લગભગ 88 ટકા જવાનોનો તણાવ દૂર કરવા માટે વિશ્વનું સૌથી મોટુ અર્ધસૈનિકો દળ સેંટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) બાબા રામદેવની મદદ લેવા જઈ રહ્યું છે. બાબા રામદેવ તેમને યોગ અને પ્રાણાયામ શિખવશે.

એક વરિષ્ઠ સીઆરપીએફ અધિકારીએ જણાવ્યુ હતું કે, અમે બાબા રામદેવનાં માર્ગદર્શન હેઠળ 800 જવાનોને યૌગિક ક્રિયાઓ અને પ્રાણાયામ શોખવવાની યોજના બનાવી રહ્યાં છીએ. બાદમાં બધા જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે.

આ પગલું જવાનોનાં માનસિક તણાવને ઓછો કરી પોતાનાં સાથી સૈનિકો પર હુમલાની ઘટનાઓ ઓછી કરવામાં મદદ કરશે. 2007 નાં વર્ષમાં જવાનો દ્બારા પોતાનાં સાથીઓની હત્યાનાં 10 કેસ નોંધવામાં આવ્યા હતાં.
ઘણું બધુ
શિવાની હત્યાકાંડ : શર્મા હાઈકોર્ટનાં શરણે
શિખ વિરોધી તોફાનોનાં પીડિતોને વળતર
લગ્ન નોંધણીની અવધિ 4 મહિના વધી
કિશોરની બલિની શંકામાં તપાસ શરૂ
ગુજકોકને મંજૂરી અપાવવા ભાજપાના પ્રયાસો
બેંગલૂરમાંથી પાંચ ગેંગસ્ટર ઝડપાયા