સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ત્રીજા માળનાં નિર્માણની મંજૂરી માત્ર રહેવાસી વિસ્તારોમાં આપી શકાય વ્યવસાયિક ક્ષેત્રોમાં નહીં.
ન્યાયમૂર્તિ અજીત પસાયત તથા પી. સદાશિવમની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે, ત્રીજા માળનાં નિર્માણની મંજૂરીવાળી પહેલાની વ્યવસ્થા માત્ર નિવાસી વિસ્તારો સુધી સીમિત છે.
સુપ્રીમ કોર્ટે આ વાત ત્યારે સ્પષ્ટ કરી જ્યારે એમસીડીનાં વકીલ સંજય સેને ખંડપીઠ સમક્ષ આવેદન કરી જાણવા ઈચ્છ્યું કે શું આ મંજૂરી ધંધાનાં વિસ્તારો માટે પણ છે.
|