દિલ્હી હાઈકોર્ટે બરાક મિસાઈલ સોદામાં કથિત દલાલી સાથે જોડાયેલા કેસમાં પુરાવા સાથે છેડછાડ કરવાનાં મામલે હથિયાર ડીલર સુરેશ નંદા, તેમનાં પુત્ર સંજીવ નંદા અને અન્ય બે ને જામીન આપ્યા છે.
આ કેસમાં સુરેશ નંદા, સંજીવ નંદા અને તેમનાં એકાઉન્ટંટ બિપિન નંદા તથા આઈઆરએસ અધિકારી આશુતોષ વર્મા છેલ્લા 53 દિવસથી પોલીસ કસ્ટડીમાં હતાં.
ન્યાયાધીશ એસ.એન.મુરલીધરે પોતાનાં નિર્ણયમાં કહ્યું હતું કે, દરેક અપીલકર્તાને જામીન પર મુક્ત કરવામાં આવે છે. અદાલતે ચારેયને એક એક લાખ રૂપિયાનો બોન્ડ તથા તેટલી જ રકમનાં બે જામીન જમા કરવવા પણ આદેશ આપ્યો છે. ચારેયને મંજૂરી પહેલા દેશ બહાર ન જવા પણ નિર્દેશ આપ્યો છે.
|