લખનઉ. જુના લખનઉના હુસૈનાબાદ ગેટ નજીક ગઈકાલે મોડીરાત્રે શિયા અને સુન્ની સમુદાય વચ્ચે થયેલા ભારે પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. સ્થિતી ઉપર કાબુ મેળવવા માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
વિસ્તારમાં કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી અડધો ડઝન આરોપીઓની ધરપકડ કરી હતી. આજે દિવસ દરમિયાન વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થીતીનુ નિર્માણ થયુ હતુ. જોકે, પોલીસના કડક બંદોબસ્તના કારણે કોઈ અનઈચ્છનીય બનાવ બન્યો ન હતો.
|