કોકરાઝાર. આસામના ચિરંગ જિલ્લાના અમગુરી ગામે એક મકાનમાં ગ્રેનેડ ફાટતાં બે માસુમ બાળકોના મોત નીપજ્યાં હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આસામના ચિરંગ જિલ્લાના અમગુરી ગામમાં આવેલા એક મકાનમાં આજે બપોરે જોરદાર વિસ્ફોટ થતાં બે બાળકોના મોત નીપજ્યાં હતા. આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિસ્ફોટનુ કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ વિસ્ફોટ ગ્રેનેડના કારણે થયો હોવાનુ બહાર આવ્યુ હતુ.
|