1993 નાં વર્ષમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ મામલે અબુ સલેમ અને રિયાઝ સિદ્દીકી વિરૂદ્ધ ચાલી રહેલા કેસમાં ગઈકાલે ટાડા અદાલતે સીબીઆઈને લખનૌમાં આવેલા પાસપોર્ટ કાર્યાલયનાં જનસંપર્ક અધિકારીની પૂછપરછની મંજૂરી આપી દીધી હતી.
ગેંગસ્ટર અબુ સલેમે ગયા અઠવાડિયે કોર્ટ સમક્ષ આવેદન કરી જનસંપર્ક અધિકારીની પૂછપરછનો એક કહીને વિરોધ કર્યો હતો કે તેનો આ કેસ સાથે કોઈ નિસબત નથી.
|