મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અડવાણીએ ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી

પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધને લઈને પોતાનાં વલણ પર યથાવત રહેતા વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોખરણમાં પ્રથમ પરમાણુ પરિક્ષણ માટે ગઈકાલે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી હતી.

અડવાણીએ કહ્યું હતું કે, પોખરણ પ્રથમ માટે અમે ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરીએ છીએ. આ પૂર્વ સરકારોની તે નીતિઓમાં પરિવર્તન હતું જેનાં અનુસાર પરમાણુનો માત્ર અસૈનિકો ઉપયોગ થતો હતો.

લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા અડવાણીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર 1972 માં પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણ માટે ઈન્દિરા ગાંધીને શુભેચ્છા આપવામાં થોડા પણ અચકાયા નથી. પરંતુ અમે પોખરણ દ્રિતિય કર્યું ત્યારે વર્તમાન વડાપ્રધાન તેનાં ટીકાકાર છે.

ભારત અમેરિકા પરમાણુ કરારનો ઉલ્લેખ કરતાં અડવાણીએ કહ્યું હતું કે, ભાજપ તે દરેક દ્રિપક્ષીય કરારનો વિરોધ કરશે જે પરમાણુ પરીક્ષણ કરવાની દેશની આઝાદીને અટકાવશે.
ઘણું બધુ
સલેમ કેસમાં પીઆરઓની પૂછપરછ
ચાલકરહિત વિમાનનું સફળ પરીક્ષણ
દિલ્હીમાં સગીરા પર બળાત્કાર
ચેક ગુમ થયાનાં કેસમાં બેંક દોષી
સેઝ એક કૌભાંડ : રવિશંકર પ્રસાદ
ટ્રિપલ મર્ડર કેસની મડાગાંઠ ઉકેલાઈ