વયોવૃદ્ધ ગાંધીવાદી નિર્મલા દેશપાંડેનું આજે રાજધાની દિલ્હીમાં નિધન થયું છે. તેઓ 79 વર્ષનાં હતાં. નિર્મલાની નજીકની સહયોગી રાજશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યસભા સભ્ય દેશપાંડે છેલ્લા ત્રણ મહિનાથી બીમાર હતી. તેમનું આજે વહેલી સવારે નિધન થયું હતું.
તેમણે કહ્યું હતું કે, નિર્મલા મંગળવારે ધનબાદથી પાછી ફરી હતી અને તે ગેસ્ટ્રિકની સમસ્યાથી પીડિત હતી. તેમને ગઈકાલ સાંજથી તાવ હતો.
|