દેશમાં હાલમાં ચાલી રહેલી મુખ્ય સમસ્યા વધતી જતી મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી(બીજેપી) દ્વારા આજે શુક્રવારે ભારત બંધનું એલાન છે. એનડીએએ મોંધવારીના મુદ્દે લગભગ બે સપ્તાહ પહેલા જ ભારત બંધના એલાનની સ્પષ્ટતા કરી હતી. એનડીએએ મોંધવારી સામે લાંબા વિરોધની યોજના બનાવી હતી. જેમાં દેશવ્યાપી બંધનો પણ સમાવેશ હતો.
આજે ભારત બંધની ધોષણા સાથે ભાજપે દેશભરમાં વ્યાપારિક કામકાજ બંધ રાખવાનું એલાન કર્યુ છે. મોંધવારીના વિરોધમાં તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં બંધનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત પણ દેશના વિવિધ ભાગમાં વધતી મોંધવારીનો વિરોધ સતત ચાલુ છે.
આ બંધના એલાનમાં ગુજરાત પણ જોડાયું છે. અને આજે સમગ્ર ગુજરાત બંધ છે.
|