મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જમ્મુમાં સેનાના જવાનનો આપઘાત

જમ્મુ. જિલ્લાના વીરપુર વિસ્તારમાં સેનાના એક જવાને પિસ્તોલ વડે પોતાના શરીર ઉપર ગોળીમારી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. સેનાના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, 8 ડોગરા રેજીમેન્ટના નાયક મહેન્દ્રસિંહે પોતાના પેટમાં ગોળી મારી લીધી હતી.

તેને ઈજાગ્રસ્ત હાલતમાં દવાખાને લઈ જવાયો હતો. જ્યાં જટીલ ઓપરેશન બાદ તેના પેટમાંથી ગોળી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ, ઓપરેશનના થોડા સમય બાદ તેણે દમ તોડ્યો હતો. સેનાના જવાને ક્યાં કારણસર આપઘાત કર્યો હતો, તે જાણવા માટે અધિકારીઓએ પ્રયાસો શરૂ કર્યા છે.
ઘણું બધુ
મોંઘવારીના મુદ્દે આજે ભારત બંધ-બીજેપી
ક્રિકેટથી અજાણ નાણાંમંત્રી ચિંદબરમ
ગુજરાત-મહારાષ્ટ્ર દિનની ઉત્સાહભેર ઉજવણી
નાથૂલા પર ભારત-ચીન વ્યાપાર અટક્યો
નિર્મલા દેશપાંડેનું નિધન
આરએસએસ ઉત્તર ભારતીયોનાં પક્ષમાં