જમ્મુ. પુંછ જિલ્લામાં ગુપ્ત બાતમીના આધારે સેના જવાનોએ આજે આતંકવાદી આશ્રય સ્થાન પર છાપો માર્યો હતો. સેનાના ચુનંદા જવાનોની ટુકડીએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકવાદીઓના રહેણાંક અને તેમના હથિયાર છુપાવવાના સ્થાનોનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જવાનોને પહાડીઓમાં બનાવવામાં આવેલા આશ્રય સ્થાનમાંથી બે એ કે રાયફલ, 12 ગ્રેનેડ એક વાયરલેસ તથા અન્ય હથિયાર અને દારૂગોળો મળી આવ્યા હતા.
|