નવી દિલ્હી. પાકિસ્તાનની સરકાર દ્વારા સરબજીતસિંહની ફાંસી પર અમર્યાદિત સમય માટે રોક લગાવવાના સંબધે ઈસ્લામાબાદથી આવી રહેલ મીડિયાના સમાચારોને લઈને ભારતે ખુબ જ સતર્કતાપૂર્વક પ્રતિક્રિયા આપી છે.
વિદેશ રાજ્યમંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે અમે સમાચારની ખાતરી થવાની રાહ જોઈ રહ્યાં છીએ એટલા માટે અમે આ સમાચારને લઈને છેલ્લી ટિપ્પણી નહી આપી શકીએ. જો હકીકતમાં આવો નિર્ણય લેવાશે તો અમે ઘણી રાહત અનુભવીશું.
તેમણે એનડીટીવીને જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનની સરકારને માનવીયતાની નજરથી જુએ તેવો આગ્રહ રાખી રહ્યું છે. અમે તેમને આ આધારે મૃત્યુંની સજા માફ કરવાનું કહ્યું હતું.
|