મુઝફ્ફરનગર. મહિલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા મુસ્લિમ મહિલાઓને મસ્જીદોમાં નમાઝ પઢાવવા માટેનો હક આપવાનુ સમર્થન કરવામાં આવે તેવી કરાયેલી ભલામણ સામે દેવબંદ ઉલેમાઓએ ઉગ્ર પ્રતિક્રીયા આપી છે.
ઉલેમાઓએ કહ્યુ હતુ કે, એક મુસ્લિમ મહિલા નમાઝ પઢાવી શકતી નથી. દારુલ ઉલૂમ વક્ફ દેવબંદના ફતવા વિભાગના ઉપ પ્રભારી મુફ્તી અહેસાન કાસમીએ કહ્યુ છે કે, શરિયત અનુસાર મહિલાઓ દ્વારા નમાઝ પઢાવવી યોગ્ય નથી, એટલુ જ નહીં, મસ્જીદમાં મહિલાઓ દ્વારા ઈબાદત કરવી પણ નાજાયઝ છે.
દારુલ ઉલુમના દારુલ હદીસના મુફ્તી ખુર્શીદ આલમ તથા મુફ્તી મહોંમદ આરિફે આ વાતનુ સમર્થન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, મહિલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ શાઈસ્તા અંબરે સાઉદી અરબનો હવાલો આપીને ભારતમાં પણ મહિલાઓને આ હક આપવાનુ સમર્થન કર્યુ હતુ.
|