મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માધવસિંહ સોલંકી સામે સીબીઆઈએ બાંયો ચડાવી

નવી દિલ્હી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશને આજે બોફોર્સ દલાલી મામલામાં તપાસ સમિતીને પ્રભાવિત કરવાના કથિત પ્રયાસ માટે પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકી પર કેસ ચલાવવાની માગ કરી છે.

એજન્સીનો આરોપ છે કે, તેમણે સ્વિટ્ઝરલેન્ડમાં તપાસને પ્રભાવિત કરવા માટે 1992માં પોતાના સ્વિસ સમકક્ષને બનાવટી દસ્તાવેજો આપ્યા હતા. સોલંકીએ ફેબ્રુઆરી 1992માં દાવોસની પોતાના આધિકારીક યાત્રા સમયે સ્વિટ્ઝરલેન્ડના વિદેશ મંત્રી રેને ફેલ્બરને કથિત રીતે પોતાના હસ્તાક્ષર વાળા અને બનાવટી દસ્તાવેજો આપ્યા હતા. જેથી તે સમયે મામલામાં પુરાવા મેળવવા માટે દિલ્હીની એક અદાલતે જારી કરેલા લેટર ઓફ રોગેટરી પર તેઓ ખોટી ધારણા બાંધી શકે.

અતિરિક્ત સત્ર ન્યાયાધીશ આર કે યાદવ સમક્ષ સીબીઆઈએ ન્યાયીક પ્રક્રિયામાં પુરાવા એકત્રીત કરવા માટે સોલંકી સામે કેસ ચલાવવાની માગ કરી હતી. સીબીઆઈએ દાવો કર્યો હતો કે, પૂર્વ વિદેશમંત્રી સોલંકી સામે તેઓની પાસે પુરતા પુરાવા છે.
ઘણું બધુ
મહાબલી ખલીનુ સન્માન કરાશે
શુ મહિલાઓ મસ્જીદમાં નમાઝ પઢાવી શકે ??
નંદીગ્રામમાં 3 મહિલાઓને નિર્વસ્ત્ર કરાઈ
કુવામાં ઝેરી ગેસની અસરથી ચારનાં મોત
બિહારીઓને સુરક્ષા અપાશે : દેશમુખ
કચ્છી પરંપરિક કલાનું ડિઝિટલાઈઝેશન થશે