પોખરણમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણની 10 મી વર્ષગાંઠ નહીં ઉજવવાનાં કેન્દ્ર સરકારનાં નિર્ણયની નિંદા કરતાં ભાજપનાં વરિષ્ઠ નેતા અને પક્ષનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, આ તે વૈજ્ઞાનિકોનું અપમાન છે જેમને આ કાર્યને સફળ બનાવ્યું છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાનાં પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરતાં અડવાણીએ કહ્યું હતું કે, 11 મે એ પોખરણ પરમાણુ વિસ્ફોટની 10 મી વર્ષગાંઠ છે અને અને યુપીએ સરકારે તેને નહીં ઉજવવાનો ફેસલો કર્યો છે. આ નિર્ણયથી તે વૈજ્ઞાનિકોનું અપમાન થશે જેઓએ આ કાર્યને અંત સુધી પહોચાડ્યું છે. આર્થિક નીતો વિશે યુપીએની ઝાટકણી કાઢતા અડવાણીએ કહ્યું હતું કે, ખોટી નીતીઓનાં કારણે ફુગાવાની નાગચૂડમાં લોકો ફસાયા છે.
|