મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માન્યતાને એકતરફી તલાકનો હક

બોલીવુડ અભિનેતા સંજય દત્ત અને તેમની પત્ની માન્યતાનાં વકીલે અદાલત સમક્ષ કહ્યું હતું કે, શરીયતનાં કાયદા હેઠળ મુસ્લિમ મહિલાઓને ખુલ્લા હેઠળ પોતાનાં પતિથી એકતરફી તલાક (છૂટાછેડા) લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સજંય અને માન્યતા પર વ્યભિચાર, બીજા લગ્ન અને પહેલા થયેલા લગ્ન છૂપાવવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદ કરનારા માન્યતાનાં ભૂતપૂર્વ પતિ મેરાજ રહમાને દાવો કર્યો હતો કે તેણે માન્યતાને તલાક આપ્યા નથી.

સંજય અને માન્યતા તરફથી દાખલ અરજી પર અધિક સત્ર જજ એસ.એન.સરદેસાઈ સુનાવણી કરી રહ્યાં છે. અપીલમાં તેમનાં વિરૂદ્ધ નિચલી અદાલતમાં શરૂ કરવામાં આવેલી કાયદાની પ્રક્રિયાને પડકારવામાં આવી છે.

માન્યતાએ પોતાનાં બયાનમાં પોલીસને જણાવ્યું હતું કે, તેણે મેરાજ સાથે લગ્ન બાદ 2004 નાં વર્ષમાં 'ખુલ્લા' હેઠળ કાઝીની હાજરીમાં તલાક લીધા હતાં. આગામી કાર્યવાહીમાં મેરાજનો વકીલ તસનીમ ખાન 21 માં નાં રોજ આ કેસમાં પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રજુ કરશે.
ઘણું બધુ
કર્ણાટક ચૂટણી પ્રચારમાં પોખરણ ગાજ્યું
ટેનિસ બોલની રમત ક્રિકેટ નથી-અદાલત
પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો અનોખો અભિગમ
માધવસિંહ સોલંકી સામે સીબીઆઈએ બાંયો ચડાવી
મહાબલી ખલીનુ સન્માન કરાશે
શુ મહિલાઓ મસ્જીદમાં નમાઝ પઢાવી શકે ??