જમ્મૂ કાશ્મીરનાં રાજૌરી જીલ્લાનાં નૌશેરા તાલુકામાં લશ્કરનાં એક જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાની સાથીની આજે અગમ્ય કારણોસર ગોળીમારી હત્યા કરી હતી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સિગ્નલ મેન ઈન્દ્રજીત સિંહે ડ્યુટી દરમિયાન સિબેદાર લાલ બહાદુરની અજાણ્યા કારણોસર ગોળીમારી હત્યા કરી હતી. બહાદુર ગોરખપુરનો રહેવાસી હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બાબતે કેસ દાખલ કરી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
|