તમિલનાડુમાં વેલ્લૂર મહિલા જેલની અધીક્ષકે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાનાં ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવી રહેલી નલિની શ્રીહરન અને પ્રિયંકા વાઢેરાની મુલાકાત થઈ હતી તે વાતને સમર્થન આપ્યું છે.
જેલ સુપરિન્ટેન્ડન્ટ રાજાસુંદરીએ જણાવ્યું હતું કે, નલિની અને પ્રિયંકા વચ્ચે જેલમાં મુલાકાત થઈ હતી. જો કે તેમણે આ પહેલા આ વાતને નકારી કાઢી હતી. પરંતુ તેણી પર ખોટી માહિતી આપવાનો આક્ષેપ મૂકી કાયદેસરની કાર્યવાહીની ધમકી બાદ આ વાતને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડી.રાજકુમાર નલિનીનો કેસ લડનારા વકીલ એસ.દુરઈસ્વામોનો પુત્ર છે.
|