મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઉકળતા તાવડામાં પડતાં બે માસૂમનાં મોત

મહારાષ્ટ્રનાં બુલ્ઢાનાં જીલ્લામાં એક લગ્ન દરમિયાન ઘટેલી કરૂણ ઘટનામાં ગઈકાલે બે બાળકો ઉકળતા તેલનાં તવામાં પડતા તેમનાં કમકમાટીભર્યાં મૃત્યુ નિપજ્યાં હતાં.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ બનાવ ગઈકાલે બપોરે બુલ્ઢાનાથી 150 કિલોમીટર દૂર ઉદનાપુર ગામમાં બન્યો હતો. મૃતકોની ઓળખ જાલના જીલ્લાનાં નવ વર્ષનાં રાહુલ ચાવડે અને દસ મહિનાની વૈશાલીનાં રૂપમાં કરવામાં આવી હતી.

તેમનાં જણાવ્યા પ્રમાણે બંને રમત રમતાં બાજુમાં ઉકળતા તેલની કડાઈમાં અકસ્માતે પડી ગયા હતાં અને બળી જવાથી તેમનાં ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યાં હતાં. આ ગોજારા બનાવની જાણ આજુબાજુનાં વિસ્તારોમાં થતા સમગ્ર પંથકમાં અરેરાટીની ફેલાઈ ગઈ હતી.
ઘણું બધુ
પ્રિયંકા નલિનીને મળી હતી : અધીક્ષક
જમ્મૂ : જવાને સાથીની હત્યા કરી
મહિલા ટેકનીકલ શિક્ષણને પ્રોત્સાહન
નક્સલી રાજકારણમાં પ્રવેશે : સરન
સેવાનિવૃત સૈન્ય કર્મચારીઓ દેખાવો યોજશે
માન્યતાને એકતરફી તલાકનો હક