મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અગ્નિ-3 મિસાઇલનું ટેસ્ટ પરિક્ષણ
PTI

બાલાસૌર. ભારતે આજે 3000 કિ.મી રેંજની સર્ફેસ ટૂ સર્ફેસ પરમાણુશસ્ત્ર લઇ જઇ શકે તેવી અગ્નિ-3 મિસાઇલનું ઓરિસ્સાના દરિયા કિનારેથી પરિક્ષણ કર્યું હતું. આ મિસાઇલ લાંબા અંતરની જમીનથી જમીન પર માર કરવાની અને પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-3 મિસાઈલ છે. તેનું પરિણામ જ્યારે ફ્લાઈટ ડેટા પ્રાપ્ત થશે ત્યારબાદ જાણવા મળશે.

ઇંટરમીડીએટ રેંજ બેલીસ્ટીક મિસાઇલ(આઇઆરબીએમ)ને આજે સવારે 9.56 વાગ્યે ઇંટીગ્રેટેડ ટેસ્ટ રેંજના લોંચ કોમ્પલેક્સ(એલસી-4) પરથી મોબાઈલ લોંચર વડે છોડવામાં આવી હતી એમ રક્ષા સૂત્રોએ જણાવ્યું હતું.

આ મિસાઈલ 16 મીટર લાબી અને 1.8 મીટર પહોળી છે અને તેને છોડવામાં આવી ત્યારે સફેદ ધુમાડા સાથે થોડીક જ ક્ષણોમાં અદ્રશ્ય થઈ ગઈ હતી. અગ્નિ-3 મીસાઈલ ઓન બોર્ડ કમ્પ્યુટર સાથે જોડાયેલી છે.

મિસાઈલ પરિક્ષણનું પરિણામ જ્યારે ફ્લાઈટ ડેટા પ્રાપ્ત થશે ત્યારબાદ જાણવા મળશે.

અંત્રે નોંધનિય છે કે, અગિન-3 મિસાઇલનું પ્રથમ પરિક્ષણ 9મી જુલાઇ, 2006માં કરવામાં આવ્યું હતું ત્યારે તેનું વજન 48 ટન હતું. પરંતુ તે નિષ્ફળ ગઇ હતી, તેવીજ રીતે આ મિસાઇલનું બીજુ પરિક્ષણ 12મી એપ્રિલ, 07ના રોજ કરવામાં આવ્યું ત્યારે ટાર્ગેટને નિશાન બનાવવામાં તેણે 15 મિનિટનો સમય લીધો હતો તેવું રક્ષા સૂત્રોએ છેલ્લે જણાવ્યું હતું.
ઘણું બધુ
અમરનાથયાત્રા થી કશ્મીરને આર્થિક લાભ
ઉકળતા તાવડામાં પડતાં બે માસૂમનાં મોત
પ્રિયંકા નલિનીને મળી હતી : અધીક્ષક
જમ્મૂ : જવાને સાથીની હત્યા કરી
મહિલા ટેકનીકલ શિક્ષણને પ્રોત્સાહન
નક્સલી રાજકારણમાં પ્રવેશે : સરન