મહારાષ્ટ્રમાં નાસિક નજીક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત સાત લોકોનાં મૃત્યુ અને અન્ય સાત ઘાયલ થયા હતાં. પોલીસે આજે જણાવ્યું હતું કે, ગઈકાલે ઉત્તર મહારાષ્ટ્રનાં નંદૂરબારનાં નવાપુરમાં આ ગોજારો અકસ્માત સર્જાયો હતો.
પોલીસે આજે જણાવ્યું હતું કે, ગઈકાલે ઉત્તર મહારાષ્ટ્રનાં નંદૂરબારનાં નવાપુરમાં આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. પીડિત અઠવાડિક બજારમાં પોતાની ઉપજને વેચવા જઈ રહ્યા હતા ત્યારે એક ઓટોરિક્ષા અને કાર વચ્ચે ટક્કાર થવાથી આ બનાવ બન્યો હતો. પોલીસે આ બાબતે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
|